અમારા વિશે

ખ્રિસ્તી પવિત્ર પુસ્તક આપણી સાથે ઈતિહાસ અને ભવિષ્યવાણી દ્વારા વાત કરે છે. જે બની ગયું છે અને જે બનવાનું છે એ વિશે એ આપણને જાણ કરે છે. આપણે વિશ્વના વિનાશ પહેલાંનો છેલ્લી ચેતવણીનો એક ચોંકાવનારી આગાહીનો, સંદેશ વાંચી શકીએ છીએ.

આ ચેતવણીનો સંદેશ, પ્રગટીકરણ ૧૪ માં દર્શાવેલ ત્રણ દૂતો દ્વારા સમજાવવામાં આવ્યો છે, અને તે ત્રણ ભાગોમાં આવે છે. આ દરેક ચેતવણીઓ સમગ્ર વિશ્વએ સાંભળવી અત્યંત આવશ્યક છે.

  • પહેલો દૂત આપણને કહે છે કે જેમણે આકાશ અને પૃથ્વી અને સમુદ્ર બનાવ્યા તેની આરાધના કરો. આપણે ઉત્પન્નકર્તાની આરાધના કરવી જોઈએ કેમ કે ન્યાયચુકાદાનો સમય આવ્યો છે. પ્રથમ દૂત આપણને કહે છે કે આપણે આ દેવને કેવી રીતે ઓળખી શકીએ અને ન્યાયચુકાદા માંથી પસાર થવા માટે કેવી રીતે તૈયાર રહી શકીએ.

  • બીજો દૂત આપણને અંત સમયના ધાર્મિક ધર્મત્યાગ (વિશ્વાસમાંથી પાછા પડવા) વિશે ચેતવે છે. આપણને જણાવવામાં આવે છે કે તે ધાર્મિક પ્રણાલીઓમાંથી “બહાર આવો” જે સર્જનહાર દેવ અને તેમના પ્રગટ થયેલા વચનને માન આપતા નથી.

  • ત્રીજો દૂત આપણને ચેતવે છે કે દુષ્ટ શત્રુ ધાર્મિક પ્રણાલીની મદદથી સર્જનહાર દેવ અને તેમના લોકો પર અંતિમ હુમલો કરશે. જે લોકો દુષ્ટ શત્રુનું અનુસરણ કરશે, તેમને “ચિહ્ન” લગાવવામાં આવશે, અને જે લોકો દેવને વિશ્વાસુ રહેશે, તેમની સતાવણી કરવામાં આવશે. પણ, જે લોકો આ ભયંકર ચિહ્ન ધરાવે છે, તેઓ પર દેવ પોતાનો ન્યાયચુકાદો લાવશે. તેમના લોકો, જેઓ વિશ્વાસ રાખે છે અને માન આપે છે, તેઓને મૃત્યુ પામતા ગ્રહના વિનાશમાંથી બચાવવામાં આવશે. તેઓ દેવ સાથે સ્વર્ગમાં જશે અને જોશે કે કેવી રીતે તે દુનિયાનું તેના મૂળ પરિપૂર્ણ સ્વરૂપમાં પુનઃસર્જન કરે છે.

અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો

જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!

newsletter-cover