પોતાની જાત માટે કેવી રીતે વિચારવું

પોતાની જાત માટે કેવી રીતે વિચારવું

સારાંશ

God’s prophets foretold a dangerous religious power described by the symbolic code name “Babylon.” According to prophecy, this power will try to force and entice us into false worship. The only way we will be able to find safety is by thinking for ourselves and maintaining strict allegiance to God’s revealed Word. This pamphlet tells us how to exercise our minds so that we will be wise, thoughtful believers in times of worldwide crisis.

પ્રકાર

Tract

પ્રકાશક

Sharing Hope Publications

માં ઉપલબ્ધ

46 ભાષાઓ

પૃષ્ઠો

6

ડાઉનલોડ

લાંબો પ્રવાસ કર્યા પછી અમે ગુનુંગ દાતુકના શિખર પર પહોંચ્યા જ હતા. હું મારા નવા મિત્ર એડઝાક સાથે દૃશ્યનો આનંદ માણવા બેઠો. થોડા સમયમાં જ, અમારી વાતચીત ધાર્મિક વિષયો તરફ વળી.

“હું એક મુક્ત વિચારક છું,” એડઝાકે દાવો કર્યો. “દુનિયા વિશે મારા પોતાના વિચારો છે.”

“આહ હા,” મેં જવાબ આપ્યો. “મેં ઘણા મલેશિયન યુવાનોને મુક્ત વિચારકો તરીકે ઓળખાવતા સાંભળ્યા છે.”

એડઝાક હસ્યો. “આપણે પોતાની જાત માટે વિચારવું જ પડશે. અન્યથા ઘણી બધી મૂંઝવણ છે. તે તમને પાગલ બનાવી દેશે.”

“પણ જ્યારે તું ઘરે જઈશ ત્યારે શું થશે?” મે પુછ્યુ. “અહીં મલેશિયામાં , ઘણા યુવાનો પોતાને મુક્ત વિચારકો કહે છે, પરંતુ ઘરે, તમે ઇસ્લામિક અથવા બુઘીષટ વિધિઓમાં ભાગ લો તેવી અપેક્ષા રાખવામાં આવે છે. તમે તમારા માતાપિતાને શું કહો છો?”

“હુ તેમને કહેતો નથી, એડઝાકે જવાબ આપ્યો. “હું ફક્ત તેઓ જે ઇચ્છે છે તે પ્રમાણે કરું છું. હું મુક્તપણે વિચારી શકું છું, પરંતુ મારે તેને મારા સુધી જ રાખવું જોઈએ.”

શું મુક્ત વિચારસરણી મહત્વપૂર્ણ છે?

વિશ્વના કેટલાક ભાગોમાં, ખોટી માન્યતા રાખવાથી તમને તમારા સમુદાયમાંથી બહિષ્કૃત કરવામાં આવી શકે છે, તમારી નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે અથવા મારી નાખવામાં પણ આવી શકે છે. પોતાની જાત માટે વિચારવું જોખમી બની શકે છે. પરંતુ શું તે મહત્વનું છે? 

આપણું વિશ્વ સારા અને ખરાબ વિચારોથી ભરેલું છે. ખરાબમાંથી સારાને બહાર લાવવાની એક મહત્વપૂર્ણ રીત એ છે કે તેમના વિશે વિચારવું અને વાત કરવી. જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદો છો - જેમ કે સોનું, કેસર અથવા iPhone - તો તમે તરત તેની ચૂકવણી કરીને તેને ઘરે લઈ જશો નહીં. તમે ખરેખર શ્રેષ્ઠ ગુણવત્તા જ મેળવી રહ્યાં છો તેની ખાતરી કરવા માટે તમે તેનું નિરીક્ષણ કરશો અને સ્પર્ધકોના ઉત્પાદનો સાથે તેની તુલના કરશો. વિચારો સાથે પણ એ જ રીતે વર્તવું જોઈએ. 

વિશ્વમાં ઘણી મૂંઝવણ છે, અને જ્યારે લોકો સમુદાય પર તેમના પોતાના મૂંઝવણભર્યા વિચારોને થોપવાનો પ્રયાસ કરે છે ત્યારે તે વધુ ખરાબ બને છે. ચાલ હું તને એક મહત્વપૂર્ણ ભવિષ્યવાણી વિશે કહું. “ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ” નામના ખૂબ જૂના પુસ્તકમાં, ભવિષ્યવાણી એવા લોકો વિશે જણાવે છે કે જેઓ તેમના મૂંઝવણભર્યા ધાર્મિક વિચારોને અન્ય લોકો પર થોપવાનો પ્રયાસ કરે છે. તે કહે છે, “તેનો વિનાશ થયો છે! તે મહાન બેબિલોનનો વિનાશ થયો છે. તેણે પોતાનો વ્યભિચાર (ને લીધે રેડાયેલો) અને દેવનો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોને પીતાં કર્યા છે.” (પ્રકટીકરણ ૧૪:૮)

આ સાંકેતિક શબ્દો સમજવા અઘરા નથી. બેબીલોન એક પ્રખ્યાત પ્રાચીન શહેર હતું, પરંતુ તેના નામનો અર્થ થાય છે “અવ્યવસ્થા”. આ શહેરનો “વિનાશ” થયો છે એટલા માટે નહીં કે તે અવ્યવસ્થાવાળું છે, પરંતુ એટલા માટે કે તે તેની અવ્યવસ્થાને છોડવા નથી માંગતું. તે રાષ્ટ્રોને તેના આધ્યાત્મિક વ્યભિચારમાં જોડાવા માટે લલચાવે છે—એટલે કે, ખોટી અને સાચી ઉપાસનાનું મિશ્રણ કરીને ઈશ્વર સાથે દગો કરે છે. આ ખોટા વિચારો સામાન્યકૃત કરવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે. “બેબીલોન” વિશેની આ ભવિષ્યવાણી એ વિશ્વવ્યાપી આધ્યાત્મિક અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે જે માત્ર આધ્યાત્મિક ભૂલને સામાન્ય જ નથી બનાવતી પરંતુ આખરે સત્યને વળગી રહેલા લોકો પર તેને થોપવાનો પ્રયાસ કરશે.

ઈસુ ખ્રિસ્તના પ્રકટીકરણે આગાહી કરી હતી કે આવું આપણા સમયમાં બનશે. કદાચ તમે આ બનતું જોઈ લીધું હશે. શું એવા કોઈ લોકો છે જેઓ ખોટા વિચારો સાથે ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે? શું તમે તમારા અંતઃકરણમાં અસ્વસ્થતા અનુભવી છે? હા, તેથી જ મુક્ત વિચાર મહત્વપૂર્ણ છે.

પોતાની જાત માટે કેવી રીતે વિચારવું

મોટાભાગના લોકો તેમના સમુદાયના ધર્મને અનુસરવામાં સંતુષ્ટ છે. તેઓ તેમની માન્યતાઓની આરપાર વિચારતા નથી. તેઓ એવી ધાર્મિક પરંપરાઓનું પાલન કરે છે જેનો કોઈ અર્થ નથી અથવા જે સારું કરવા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે. કેટલીકવાર, ધર્મગુરુઓ કે જેમણે આપણને ઈશ્વરનો માર્ગ બતાવવો જોઈએ, તેઓ પોતે જ ભ્રષ્ટાચારથી ભરેલા હોય છે.

આપણે સત્ય કઈ રીતે શોધી શકીએ? હું સૂચવું છું કે આપણે પ્રબોધકો પર વિશ્વાસ કરીએ. શા માટે? તેના ત્રણ કારણો છે:

૧. પ્રબોધકો ભવિષ્યનું અદ્ભુત જ્ઞાન દર્શાવે છે. પ્રબોધક દાનિયલે વિશ્વના વસાહતીકરણની ઐતિહાસિક સ્થિતિ સુધીના યુરોપના ઉદયની આગાહી કરી હતી. ઈ. સ. ૭૦ માં ઇસુ ખ્રિસ્તે (ઇસા અલ-મસીહ તરીકે પણ ઓળખાય છે) જેરૂસલેમના વિનાશની આગાહી કરી હતી. પ્રબોધક મૂસા (પયગંબર મૂસા) એ ઇસ્માઇલના સમયના અંત સુધીના ઇતિહાસની આગાહી કરી હતી.

૨. પ્રબોધકો આરોગ્યનું અદ્ભુત વૈજ્ઞાનિક જ્ઞાન દર્શાવે છે. લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં જીવતા પ્રબોધક મૂસાએ સંસર્ગનિષેધ, ગટરના આરોગ્યપ્રદ નિકાલ અને રોગાણુનાશનના સિદ્ધાંતો સમજાવ્યા હતા. તેણે પ્રાણી સૃષ્ટિને શુદ્ધ અને અશુદ્ધમાં વહેંચી. અને તેમણે આપણને કહ્યું કે જ્યારે આપણે ચોખ્ખું માંસ ખાઈએ ત્યારે લોહી કે ચરબી ન ખાઈએ. આજે પણ, જેઓ તેમના આહાર અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે તેઓ સામાન્ય વસ્તી કરતા ૧૫ વર્ષ લાંબુ જીવે છે.

૩. ઈશ્વર તે વિશ્વાસીઓની પ્રાર્થનાનો જવાબ આપે છે જેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેમના પ્રબોધકોને માને છે. 

પ્રબોધકોના લખાણો માર્ગદર્શનથી ભરપૂર છે—પરંતુ તેમાંથી લાભ મેળવવા માટે, આપણે વિવેચનાત્મક રીતે વિચારવાનું, આપણી માન્યતાઓને ચકાસવાનું અને આપણાં વિશ્વાસના પુરાવા તપાસવાનું શીખવું જોઈએ. વિચારવું એ સાચા ધર્મનો મહત્વનો ભાગ છે.

હવે, જ્યારે આપણે ભૂલ ચકાસીએ ત્યારે શું થાય છે? તે શરૂઆતમાં સાચું લાગી શકે છે. પરંતુ જેમ જેમ આપણે પુરાવા શોધીએ છીએ તેમ તેમ આપણે વિચારમાં સમસ્યાઓ જોવાનું શરૂ કરીએ છીએ. 

સત્ય તેનાથી બિલકુલ વિરુદ્ધ છે. જ્યારે તેને કાળજીપૂર્વક તપાસવામાં આવે ત્યારે તે ક્યારેય કંઈપણ ગુમાવતું નથી. આપણે જેટલી વધુ તપાસ કરીએ, તેટલું જ વધુ સત્ય આપણે જોઈએ છીએ. 

વિશ્વાસીઓ વિશ્વના સૌથી જ્ઞાની લોકો હોવા જોઈએ કારણ કે ઈશ્વર આપણને જ્ઞાનના માર્ગનું માર્ગદર્શન આપે છે. જો તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં જુઓ છો કે જ્યાં તમને મુક્તપણે વિચારવાની અથવા પ્રશ્નો પૂછવાની પરવાનગી નથી, તો તે ઈશ્વર તરફથી નથી. તેઓ આપણી વિસ્તૃત તપાસને આવકારે છે કારણ કે સત્ય તપાસ માટે પૂરતું મજબૂત છે. પરંતુ બેબીલોન તમને જૂઠાણામાં ફસાવે છે અને બૌદ્ધિક પ્રયત્નોના દરવાજા બંધ કરીને તમને ત્યાં રાખે છે.

જો તમે એટલી મૂંઝવણમાં હોવ કે તમને લાગે કે તમે બેબીલોનમાં છો, તો બહાર આવો! ઈશ્વરના જ્ઞાનના માર્ગ પર આવો. તમારા માટે વિચારો અને આકરાં પ્રશ્નો પૂછો. તમે નિરાશ નહીં થાઓ. 

શું તમે ઈસુ ખ્રિસ્તના પ્રકટીકરણ વિશે વધુ જાણવા માંગો છો? કૃપા કરીને આ કાગળની પાછળની માહિતી પર અમારો સંપર્ક કરો.

Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે.
સ્ક્રિપ્ચર ગુજરાતી બાઇબલમાંથી લેવામાં આવ્યું છે. Copyright © 2017 Bridge Connectivity Solutions. પરવાનગી દ્વારા ઉપયોગ થયેલ છે. બધા હકો અમારી પાસે રાખેલા છે.

અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો

જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!

newsletter-cover