અશાંત વિશ્વમાં આરામ

અશાંત વિશ્વમાં આરામ

સારાંશ

Stress and overwork bring many people to the grave before their time. But at creation, God designed a cure for the problem of stress: a day of rest. This holy day was designed as a blessing so that humans could rest from their work and spend time with God. Unfortunately, even though God commanded people to remember it, most have forgotten about this special day, and many have even forgotten the Creator who gave it to them.

ડાઉનલોડ

મીતા દુરન મૃત્યુ પામી હતી. ચપળ એવી ૨૪ વર્ષીય ઇન્ડોનેશિયન કોપીરાઇટર તેના ડેસ્ક પર બસ પડી ગઈ હતી. શું બન્યું હતું? 

મીતાએ એક જાહેરાતની એજન્સીમાં કામ કરતી હતી, જ્યાં ઊંચી અપેક્ષાઓ હતી અને કામનો બોજ વધારે હતો. તેના મૃત્યુ પહેલા, તેણે સોશિયલ મીડિયા પર તેના થાક વિશે ટિપ્પણી કરી હતી: "આજે રાત્રે સંળગ આઠદિવસ થી ઓફિસની ચાવીઓ મારી પાસે રહી છે. . મારું કોઈ જીવન જ નથી.”

તેણે સતત રેડ બુલનું એશિયન  આવુતિ જેવું કેફીનયુક્ત ક્રેટિંગ ડેંગ પીણું પીધે રાખ્યું. તેણે તેની છેલ્લી ઓનલાઈન ટિપણિ મા કહયુ હતું કે, “30 કલાક કામ કર્યું છે અને હજુ પણ ચાલુ છે.” તે પછી તે તેના ડેસ્ક પર પડી ગઈ અને ક્યારેય જાગી નહીં. 

શું બન્યું? મીતા વધુ કામ કરવાથી મૃત્યુ પામી.

આજે, આપણામાંના ઘણા વ્યસ્ત સમયપત્રક ધરાવે છે. સમાજ આપણને વધુ કામ કરવા, વધુ કમાવા અને વધુ ખરીદવા પ્રેરે છે. આપણે તાણ, અનિદ્રા અને માનસિક થાકથી પીડાય છીએ. 

આપણે કદાચ મીતા દુરનની જેમ આપણી જાતને મારી ન શકીએ, પરંતુ જીવન એક ભારે બોજ બની શકે છે. શું ઈશ્વરે આપણા માટે આ જ હેતુ રાખ્યો છે? તે શાંતિ આપનાર છે. જ્યારે આપણે વધારે કામ કરીએ છીએ, ત્યારે શું આપણે શાંતિ અનુભવીએ છીએ? અલબત્ત નહીં!

જો આપણે થાકથી ભરાઈ ગયા હોઈએ, તો એવું હોવું જોઈએ કે આપણે કંઈક એવું ભૂલી રહ્યા છીએ જે ઈશ્વર આપણને યાદ રખાવવા માંગે છે. ચાલો આપણે શોધીએ કે તેમણે આરામ વિશે શું કહ્યું છે. 

“થોભો” બટન દબાવો

ઈશ્વર પરમ કૃપાળુ અને દયાળુ છે. તે જાણતા હતા કે સેલ ફોન અથવા લેપટોપ કોમ્પ્યુટરની જેમ જ મનુષ્યને તેમની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઊર્જા રિચાર્જ કરવા માટે સમયની જરૂર પડે છે. તેથી, પ્રબોધક મૂસા (પયગંબર મૂસા) એ ઈશ્વરની આજ્ઞા નોંધી:

વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો. છ દિવસ તમાંરે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા દેવ યહોવાનો છે. તેથી તે દિવસે તમારે કોઈ કામ કરવું નહીં (બાઇબલના પહેલા ભાગમાંથી, જેને તૌરત તરીકે પણ ઓળખવામાં આવે છે: નિર્ગમન ૨૦ઃ ૮-૧૦).

ઈશ્વરનો આ અપરિવર્તનશીલ નિયમ આપણને સાતમા દિવસને યાદ રાખવા કહે છે. વિશ્વની ઘણી ભાષાઓ અનુસાર, આરામ માટે સમર્પિત આ સાતમા દિવસને “સાબ્બાથ” કહેવામાં આવે છે. શા માટે ઈશ્વરે આપણને તે યાદ રાખવાની આજ્ઞા આપી? કારણ કે તેઓ જાણે છે કે ભૂલવું એ આદમથી શરૂ કરીને માનવજાતની કાયમી સમસ્યા રહી છે. આપણે ઈશ્વરની આજ્ઞાઓ ભૂલવી ન જોઈએ, કારણ કે જો આપણે તેમને અને તેમની આજ્ઞાઓને યાદ રાખીશું તો અને તો જ આપણે સીધા માર્ગ પર ચાલતા રહીશું.

પરંતુ વિશ્રામવાર (સાબ્બાથ) શા માટે ખાસ છે? ઈશ્વર આપણને કહે છે,

છ દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે (નિર્ગમન ૨૦ઃ૧૧).

સાબાથ એ એક મહત્વપૂર્ણ યાદી છે કે ઈશ્વર સર્જનહાર છે. કેટલાક લોકો વાંધો ઉઠાવે છે કે ઈશ્વર થાકતા નથી, તેથી તેમને સાતમા દિવસે આરામ જરૂર નથી. પણ ઈશ્વરે થાકથી આરામ નહોતો કર્યો; તેમણે તેમના સર્જનાત્મક કાર્યને વિરામ આપ્યો જેથી તેઓ આપણા માટે આરામ કરવાનો પવિત્ર સમય બનાવી શકે.

ઈશ્વરે જોયું કે આરામનો દિવસ માનવજાત માટે સારો છે. તેણે સાતમા દિવસને સાબ્બાથ બનાવ્યો, જેનો અર્થ થાય છે વિરામ અથવા થોભવું. આમ, દર અઠવાડિયે સાતમો દિવસ “થોભો” બટન દબાવવા માટેનો ખાસ દિવસ છે. આપણે તેમને યાદ કરવા અને તેમની પૂજા કરવા માટે આખો દિવસ કામ અને બિન-પવિત્ર પ્રવૃત્તિઓમાંથી વિરામ લેવો જોઈએ. 

જો તમારા શેઠ અથવા તમારા અધ્યાપકે તમને વધુ આરામ કરવાનો આદેશ આપ્યો હોય તો શું તે અદ્ભુત નથી? છતાં આ ઈશ્વરે જે આજ્ઞા આપી છે બરાબર તે જ છે! ઈશ્વરનો મહિમા થાઓ! તે ખરેખર દયાળુ છે! 

ઈશ્વરના દિવસની પવિત્રતા જાળવો.

સાબ્બાથ એ વિશ્વના તમામ લોકો માટે સાર્વત્રિક પવિત્ર દિવસ છે. યહૂદીઓ, ખ્રિસ્તીઓ, મુસ્લિમો, બૌદ્ધો અથવા હિંદુઓનાં અસ્તિત્વમાં આવવાના ઘણા સમય પહેલાથી એક સાચા સર્જનહાર ઈશ્વરમાં વિશ્વાસ રાખવાવાળા એકેશ્વરવાદી દ્વારા તે દિવસ રાખવામાં આવ્યો હતો. હકીકતમાં, જ્યારે વિશ્વનું સર્જન થયું ત્યારે સમગ્ર માનવજાતને તે દિવસ આપવામાં આવ્યો હતો. આદમ અને ઇવ (હવ્વા તરીકે પણ ઓળખાય છે) એ સાબ્બાથ રાખ્યો, અને ઈશ્વરે આપણને જે યાદ રાખવા કહ્યું હતું તે ભૂલી જવાની પરવાનગી ક્યારેય નથી આપી. 

કમનસીબે, સાબ્બાથને ઘણીવાર ભૂલી જવામાં આવે છે. પ્રબોધકોએ પ્રાચીન યહૂદીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ સાબ્બાથને ભૂલી જશે તો ઈશ્વર તેમના પર વિનાશ લાવશે. તેઓએ ચેતવણી પર ધ્યાન આપ્યું નહિ, તેથી યરૂશાલેમનો નાશ કરવામાં આવ્યો અને તેઓના કુટુંબોને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા. ખ્રિસ્તીઓ પણ ઈશ્વરની આજ્ઞાઓના વિરુદ્ધમાં તેમના પવિત્ર દિવસને રવિવારમાં બદલીને સાબ્બાથને ભૂલી ગયા. મુસ્લિમો શુક્રવારે પ્રાર્થના કરે છે પરંતુ તેઓ ભૂલી ગયા છે કે સર્જનહારના સંપૂર્ણ આજ્ઞાપાલનમાં જીવવા માટે આપણે સાતમા દિવસે આરામ કરવો જોઈએ. 

એવું કેમ લાગે છે કે આપણું આખું વિશ્વ આ મહત્વપૂર્ણ દિવસને ભૂલી રહ્યું છે? શું આ વ્યાપક વિસ્મૃતિ માટે કોઈ વધુ અશુભ કારણ છે?

ઇસુ મસીહે (જેને ઇસા અલ-મસીહ પણ કહેવાય છે) આપણને આવનારી વિશ્વવ્યાપી શક્તિ વિશે ચેતવણી આપી હતી જેનો ઉપયોગ શેતાન (શૈતાન) આપણા મનને આપણા સર્જનહારથી દૂર કરવા માટે કરશે. લાખો લોકોને ખોટા વિશ્રામવારે ઉપાસના કરવામાં છેતરવામાં આવશે. જો શેતાન આપણને સર્જનહારનો દિવસ ભૂલાવી શકે, તો તે આશા રાખે છે કે આપણે સર્જનહારને પણ ભૂલી જઈશું. જો કે, જ્યારે આપણે સાચો વિશ્રામવાર પાળીએ છીએ, ત્યારે આપણે આપણા સર્જનહાર પ્રત્યેની આપણી વફાદારી દર્શાવીએ છીએ અને વિશ્રામ, આરામ અને શાંતિની ભેટનો આનંદ માણીએ છીએ.

ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરવો

પ્રબોધક મૂસાએ લખ્યું છે કે “ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો” (ઉત્પત્તિ ૨:૩). શું તમે થાકેલા અને હારેલા છો? સાબ્બાથમાં આશીર્વાદો છે! 

મીતા દુરન, ઇન્ડોનેશિયાની કોપીરાઇટર, વધુ કામ કરવાથી મૃત્યુ પામી હતી-પરંતુ તમારે તેવું કરવાની જરૂર નથી. ઈશ્વર તમને દર અઠવાડિયે તમારી મજૂરીમાંથી આરામ કરવા અને સાબ્બાથના આશીર્વાદનો અનુભવ કરવા આમંત્રણ આપે છે. 

ઈશ્વર આપણને આરામ, શાંતિ અને ઉપચાર કેવી રીતે આપે છે તે વિશે જો તમે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને આ કાગળની પાછળની માહિતી પર અમારો સંપર્ક કરો.

Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે.


સ્ક્રિપ્ચર ગુજરાતી બાઇબલમાંથી લેવામાં આવ્યું છે. Copyright © 2017 Bridge Connectivity Solutions. પરવાનગી દ્વારા ઉપયોગ થયેલ છે. બધા હકો અમારી પાસે રાખેલા છે.

અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો

જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!

newsletter-cover