દયાની ઝંખના

દયાની ઝંખના

સારાંશ

દેવની દયા કેવી હોય છે? શું તે માત્ર એટલું જ કહે છે “હું તને માફ કરું છું” કે પછી તે આપણી શરમજનક નોધ દૂર કરવા માટે કોઈ અવેજી પૂરો પાડે છે? આ પત્રિકા અવેજીના બલિદાનની જરૂરિયાત અને તેનો અર્થ સમજાવવામાં મદદ કરવા માટે એક સ્થાનિકીકૃત વાર્તા રજૂ કરે છે. વાચકોને આ જાણવાથી આશા મળશે કે તેમના પાપ માફ થઈ શકે છે અને તેમની શરમ દૂર થઈ શકે છે.

પ્રકાર

Tract

પ્રકાશક

Sharing Hope Publications

માં ઉપલબ્ધ

46 ભાષાઓ

પૃષ્ઠો

6

ડાઉનલોડ

ઈદ અલ-અધામાં ફાતિમા સાવ એકલી હતી, અને તેને તેની એકલતા તેની સહનશક્તિ કરતાં પણ વધુ લાગતી હતી. તેની એકલતા તેની જ ભૂલ હતી ને? 

ફાતિમાને યાદ આવ્યું કે અહેમદ સાથે લગ્ન કરવા માટે તેણે તેના પિતા સાથે કેટલી ઉગ્ર દલીલ કરી હતી. તે યુવાન હતી અને પ્રેમમાં હતી. તેના પિતા કેવી રીતે ના કહી શકે? જ્યારે અહમદ સાથે લગ્ન કરવા માટે તે ભાગી ગઈ હતી ત્યારે તેના પિતાએ કહી દીધું હતું કે તે ક્યારેય પાછી ન આવે.

તેણે વિચાર્યું હતું કે તેના અહેમદ પ્રત્યેના પ્રેમને કારણે તે શરમ સહન કરી લેશે. પરંતુ ટૂંક સમયમાં જ, તેણે સ્વીકારવું પડ્યું કે તેના પિતા સાચા હતા. તે વિચારતી હતી કે તે જેના પ્રેમમાં પડી હતી અહેમદ તે માણસ ન હતો. અહેમદે તેને બીજી સ્ત્રી માટે છોડી દીધી.

ફાતિમાને પોતાના પર શરમ આવી. તે માનતી હતી કે તેને ન્યાય મળ્યો છે અને તે તેના લેખા-જોખાની ચૂકવણી કરી રહી છે. તે ન્યાયને સારી રીતે સમજી ગઈ હતી. પરંતુ ઓહ, તેનું હૃદય દયા માટે કેટલું ઝંખતું હતું!

પરમ કૃપાળુ અને પરમ ક્ષમાશીલ

જો આપણે પ્રામાણિક છીએ, તો આપણે બધાએ ભૂલો કરી છે અને જ્ઞાનના અવાજની અવગણના કરી છે. આપણે બીજાને નારાજ કર્યા છે. બીજાં લોકોએ આપણને નારાજ કર્યા છે. અમારો સમાજ ભુલો કરનારા લોકોથી બનેલો છે. અને એકબીજાને અને આપણી જાતને માફ કરવાનું કેટલું મુશ્કેલ છે! 

શું આપણી ભૂલો માટે ક્ષમા છે?

તમે આ સરળ વાકય નો કેટલી વખત ઉપયોગ કરો છો તેનો વીચાર કરો “બીસમીલાહ અલ-રહેમાન અલ-રહીમ-પરમ ક્ષમાશીલ, પરમ કૃપાળુ ઈશ્વરના નામે”. દયામાં તેવું શું વિશેષ છે?

કદાચ તે એટલા માટે છે કારણ કે આપણા સમાજ - અને આપણા પોતાના હૃદયને—દયાની ખૂબ જરૂર છે.

દયા: વધુ સારો માર્ગ

કેટલાક વર્ષો પહેલા, અબ્દુલ-રહેમાન નામના વ્યક્તિએ તેના પાડોશી કરીમ સાથે લડાઈ કરી અને તેની હત્યા કરી નાખી. આ નાનકડા ઇજિપ્મા  બંને પરિવારો માટે જીવન થંભી ગયું. કરીમના પરિવારે બદલો લેવાનો પ્રયાસ કર્યો, જ્યારે અબ્દુલ-રહેમાનના પરિવારે ડરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. અબ્દુલ-રહેમાન બદલાનું ચક્ર ચાલુ રાખવા નતો માંગતો. તેણે ગામના આગેવાનોની સલાહ માંગી, અને તેઓએ મરણ કફનની વિધિની ભલામણ કરી.

અબ્દુલ-રહેમાન પોતાનું સફેદ કફન લાવ્યો અને ઉપર છરી મૂકી. આખું ગામ જોવે તે રીતે તે કરીમના પરિવારને બજારમાં મળવા ગયો. અબ્દુલ-રહેમાન પીડિતાના ભાઈ હબીબની સામે ઘૂંટણિયે પડ્યો અને કફન અને છરી સામે ધર્યા. તેણે દયા અને સમાધાન માંગ્યા.

હબીબે અબ્દુલ-રહેમાનના ગળા પર છરી મૂકી. ગામના આગેવાનો એક ઘેટું લાવ્યા, અને હબીબે તેનો નિર્ણય લેવો પડ્યો: દયા કે બદલો? જ્યારે તેણે અબ્દુલ-રહેમાનની ગરદન પર છરી મૂકી, ત્યારે તેની ક્રિયાઓએ જાહેર કર્યું, “હવે તું મારા તાબામા છે. બધી આંખો આ જોઈ રહી છે; દરેક જણ જાણે છે કે મારી પાસે તને મારવાનો અધિકાર છે અને તેમ કરવાની ક્ષમતા છે. પરંતુ હું દયા અને સમાધાન પસંદ કરું છું. હું લોહીના વેરનો અંત લાવીશ.”

તે અબ્દુલ-રહેમાન તરફથી પાછો ફર્યો અને તેના બદલે ઘેટાંની કતલ કરી. જ્યારે પીડા, ગુસ્સા અને ન્યાયનો ધસારો પ્રાણી દ્વારા શોષાઈ ગયો, ત્યારે હબીબે અબ્દુલ-રહેમાનને ભેટી લીધો. બંને પરિવારો વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત થઈ. 

જો મનુષ્ય ન્યાયને દયા સાથે જોડવાના માર્ગો શોધી શકે, તો ચોક્કસપણે ઈશ્વર પણ તે જ કરી શકે!  

ઈસુ મસીહ: ઈશ્વર તરફથી દયા

ઈશ્વરની દયા વિશે આપણે ક્યાં શીખી શકીએ? તે ખૂબ જ સરળ છે. તમે કદાચ સાંભળ્યું હશે કે ઇસુ મસીહ (જેમને ઇસા અલ-મસીહ તરીકે પણ ઓળખવામાં આવે છે)ને ઈશ્વરની દયા” કહેવાય છે. આનો અર્થ એ છે કે તેઓ સંપૂર્ણપણે દયાના પ્રતિક છે. તેમનો માર્ગ—સુવાર્તાઓમાં તેમના ઉપદેશો, જેને ઇંજિલ તરીકે પણ ઓળખવામાં આવે છે—આ ક્ષમા અને સમાધાનનો માર્ગ છે. 

ઈસુ મસીહ આવી અદ્ભુત ભૂમિકા નિભાવી શકે છે કારણ કે તે એકમાત્ર એવા છે જેમને ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યા છે, જેઓ સંપૂર્ણપણે પાપ રહિત છે. દરેક પ્રબોધક (પયગંબર) અને પવિત્ર ખેપિયાને તેમની ભૂલો માટે ક્ષમાની જરૂર હતી, પરંતુ ઈસુ મસીહને જરૂર નથી. ન્યાયના દિવસની રાહ જોવાને બદલે તેમને સીધા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા કારણ કે તેમણે ક્યારેય કોઈ ભૂલ કરી ન હતી—એક નાની ભૂલ પણ નહીં.

આ કારણોસર તેમને ઈશ્વરની દયા કહેવામાં આવે છે. તેમણે આપણને શુદ્ધ દયાનું ઉદાહરણ આપ્યું અને ઈશ્વરની દયા કેવી રીતે પ્રાપ્ત કરવી તે શીખવ્યું.

ઈસુ મસીહ મને કેવી રીતે મદદ કરી શકે?

એવું નોંધવામાં આવ્યું છે કે યોહાન બાપ્તિસ્ત (જેને યાહ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે) એ ભીડમાં ઈસુ મસીહને જોયા અને ઈશ્વરની પ્રેરણાથી, બૂમ પાડી, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!” (ગુજરાતી બાઇબલ, યોહાન ૧:૨૯) ઈસુ મસીહા એ ઘેટાં જેવા છે જેણે અબ્દુલ-રહેમાન માટે સમાધાનનો માર્ગ બનાવ્યો.

જો આપણને આપણી ભૂલોની સજા મળે, તો આ ન્યાય છે. પરંતુ ઈસુ મસીહ, જે સંપૂર્ણ રીતે પાપ રહિત હતા, તેમણે આપણી ભૂલોની સ્વૈચ્છિક જવાબદારી લીધી. કોઈએ તેમને દબાણ નતું કર્યું. ન્યાયની માંગનો જવાબ આપવા માટે તેમણે સ્વેચ્છાએ મોતને વહાલું કર્યું. તે જીવિત વ્યક્તિઓમાંથી એકમાત્ર સંપૂર્ણ નિર્દોષ વ્યક્તિ હતા અને તેમ છતાં તેમણે તેમની સાથે અબ્દુલ-રહેમાનની વાર્તામાંનાં ઘેટાંની જેમ વર્તવાની મંજૂરી આપી. આ કારણે, તેમણે આપણા માટે દુઃખ સહન કર્યા પછી, ઈશ્વરે તેમને સ્વર્ગમાં તેડાવી લીધા. 

કદાચ તમારા જીવનમાં સંઘર્ષ હશે. કદાચ તમે ફાતિમા જેવા છો, જેને તમે પ્રેમ કરો છો તેમના દ્વારા તરછોડાયેલાં છો. કદાચ તમને કોઈ વ્યક્તિ દ્વારા નુકસાન થયું હોય અથવા તમારી પ્રતિષ્ઠાને અયોગ્ય રીતે નુકસાન થયું હોય. કદાચ તમે અબ્દુલ-રહેમાનની જેમ દોષિત અને બદલાના ડરથી ભયભીત છો.

ઈસુ મસીહ મદદ કરી શકે છે. તમે આવી એક ટૂંકી વિનંતી કરી શકો છો:

હે ઈશ્વર, હું ક્યારેય મારા પાપોની ભરપાઈ કરી શકીશ નહીં. પરંતુ હું જાણું છું કે તમે તમારી દયાના રૂપે ઈસુ મસીહને અમારી પાસે મોકલ્યા છે. કૃપા કરીને તેમણે સમગ્ર માનવજાત માટે કરેલા સારા કાર્યોને લીધે મને માફ કરો. ઈસુ મસીહના માર્ગને સમજવામાં મારી મદદ કરો જેથી હું મારા જીવનમાં તમારી દયાનો અનુભવ કરી શકું. આમીન.

જો તમે સુવાર્તાઓની તમારી પોતાની નકલ મેળવવા માંગતા હો, તો કૃપા કરીને આ કાગળની પાછળની માહિતી પર અમારો સંપર્ક કરો.

Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે.
સ્ક્રિપ્ચર ગુજરાતી બાઇબલમાંથી લેવામાં આવ્યું છે. Copyright © 2017 Bridge Connectivity Solutions. પરવાનગી દ્વારા ઉપયોગ થયેલ છે. બધા હકો અમારી પાસે રાખેલા છે.

અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો

જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!

newsletter-cover