
અંતિમ ઉદ્ધાર
સારાંશ
એવું લાગે છે કે પીડા સદાય માટે ચાલુ રહેશે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તએ કહ્યું છે કે એક દિવસ તેનો અંત આવશે. તેમણે વચન આપ્યું છે, કે તે આ પૃથ્વી પર પાછા આવશે અને પોતાના લોકોને કહેવાતા સ્થળે “સ્વર્ગના રાજ્ય” માં લઈ જશે આ અદ્ભુત સ્થળે કોઈ દુઃખ નથી, કોઈ મૃત્યુ નથી, અને કોઈ પુનર્જન્મના ચક્ર નથી. આપણે સર્જનહાર દેવની સાથે હંમેશા રહીશું! આ પત્રિકા આપણને બતાવે છે કે આપણે અંતિમ મુકિત માટે કેવી રીતે તૈયાર થઈ શકીએ.
પ્રકાર
Tract
પ્રકાશક
Sharing Hope Publications
માં ઉપલબ્ધ
22 ભાષાઓ
પૃષ્ઠો
6
ગંગાના કિનારે, અંતિમ સંસ્કાર દરમિયાન, એક પુરોહિત મૃત આત્માની એક શરીરથી બીજા શરીર સુધીની મોક્ષની અંતિમ ભાગ્ય તરફના પ્રયાણને સમજાવી રહ્યા છે. ભીડમાં એક નાનો છોકરો કુતૂહલવશ સાંભળી રહ્યો છે. તેની બાજુમાં ઊભેલી એક વ્યક્તિ તરફ ફરીને તેણે અચાનક પૂછ્યું, “આ ક્યારે પૂરું થાય છે?”
તે એક એવો પ્રશ્ન પૂછે છે જેનું ઘણા લોકોને આશ્ચર્ય થાય છે. આપણે દુઃખદાયક ચક્રમાંથી છૂટી શકીએ તે પહેલાં કેટલા જન્મો અને પુનર્જન્મો જરૂરી છે? સમગ્ર ઇતિહાસમાં તે અસંખ્ય વખત પૂછવામાં આવ્યું છે અને હજુ સુધી તેનો કોઈ ચોક્કસ જવાબ આપી શકાતો નથી.
આ પૃથ્વી પર જન્મ, મૃત્યુ અને દુઃખનું ચક્ર સામાન્ય છે. પરંતુ આ વિશ્વની બહાર, જ્યાં પ્રભુનું અસ્તિત્વ છે, ત્યાં કોઈ દુઃખદાયક ચક્ર નથી - માત્ર શાશ્વત, અનંત સુખ જ છે. સદ્દભાગ્યે, પીડા અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે લાખો મૃત્યુ અને પુનર્જન્મોમાંથી પસાર થવું જરૂરી નથી. ચાલો હું તમને એક ખૂબ જ રોમાંચક વાત કહું.
હંમેશ માટે દુઃખમાંથી છુટકારો!
ઘણા સમય પહેલા પ્રભુ ઈસુ આ દુનિયામાં મનુષ્યના રૂપે આવ્યા હતા. તેમણે બીમાર લોકોને સાજા કર્યા અને બીજા ઘણા અદ્દભુત કાર્યો કર્યા. તેમણે “સ્વર્ગનું રાજ્ય” નામના વિશિષ્ટ સ્થાન વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે સ્વર્ગ એક એવી જગ્યા છે જ્યાં કોઈ જ બીમારી નથી, કોઈ જ દુઃખ નથી અને પુનર્જન્મની કોઈ જરૂર નથી. તે સુંદર જગ્યાએ દરેક વ્યક્તિ સદા જીવંત રહે છે.
પ્રભુ ઈસુએ અદ્દભુત રાજ્ય વિશે શીખવ્યું અને પછી આપણને આપણાં ખરાબ કાર્યોના પરિણામોમાંથી મુક્ત કરવા માટે તેમણે તેમના જીવનનું બલિદાન આપ્યું જેથી આપણે ઈચ્છીએ તો ત્યાં જઈ શકીએ.
તેમના બલિદાનના ત્રણ દિવસ પછી, તે કબરમાંથી ઊઠ્યાં અને સ્વર્ગના રાજ્યમાં ગયા. તેમણે તેમના અનુયાયીઓને વચન આપ્યું હતું કે તેઓ તેમને સ્વર્ગમાં લઈ જવા માટે યુગના અંતમાં પાછા આવશે.
શું આ એક અદ્દભુત ભવિષ્ય જેવું નથી લાગતું? ઈસુ ઈચ્છે છે કે આપણે દરેક મુક્તિ પ્રાપ્ત કરીએ - દુઃખમાંથી હંમેશ માટે છુટકારો મેળવીએ. પરંતુ નાના છોકરાએ પૂછ્યું કે “આનો ક્યારે અંત આવશે?”, આપણને પણ આશ્ચર્ય થાય છે કે આપણને બચાવી લેવામાં આવે તે પહેલાં કેટલો સમય લાગશે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન
રસપ્રદ રીતે, પ્રભુ ઈસુના શિષ્યોએ પણ તે જ પ્રશ્ન પૂછ્યો હતો - તે ક્યારે પૂરું થાય છે? પ્રભુ ઈસુએ આ યુગના છેલ્લા દિવસોને તીવ્ર ધરતીકંપ, યુદ્ધો, ભૂખમરો, મરકી અને મહામારીના સમય તરીકે વર્ણવ્યા છે. મુશ્કેલીમાં ઝડપથી વધારો થતો જોઈને લોકોના હૃદય ડરથી ભરાઈ જશે. આ પ્રભુ ઈસુના આવવાની નિશાનીઓ હશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે યુગના અંતમાં જીવી રહ્યા છીએ કારણ કે આ બધી નિશાનીઓ દેખાઈ રહી છે.
ટૂંક સમયમાં, પ્રભુ ઈસુ તેમના વચન પ્રમાણે પાછા આવશે. પૃથ્વીમાંથી મૃતકોને સજીવન કરવામાં આવશે અને તેમને સંપૂર્ણ નવા શરીર આપવામાં આવશે, જેમ કે બાઈબલ કહે છે, “પ્રભુ પોતે ગર્જનાસહિત આકાશમાંથી ઉતરશે. પ્રમુખ દૂતનીવાણી સહીત અને દેવના રણશિંગડાના અવાજ સાથે આવશે. અને ખ્રિસ્તમાં જેઓ મૂએલાં છે તેઓ પ્રથમ ઊઠશે” (બાઈબલ, ૧ થેસ્સલોનિકી ૪:૧૬).
તે સમયે, જેમ કે આપણે જાણીએ છીએ, દુનિયાનો નાશ થશે અને દુષ્ટતાનો સર્વનાશ થશે. આપણે એક હજાર વર્ષના સુખ માટે સ્વર્ગમાં જઈશું. પછી, પ્રભુ ઈસુ ફરીથી સુંદર અને સંપૂર્ણ દુનિયા બનાવશે, જે મૃત્યુ, પીડા, માંદગી, હતાશા અને એકલતાથી મુક્ત હશે. અને તેમણે વચન આપ્યું હતું કે દરેક વ્યક્તિ જે તેના માર્ગને અનુસરે છે, તેને ત્યાં હોવાની બાંયધરી આપે છે. આ ઈસુનો માર્ગ છે.
અંતિમ ઉદ્ધાર
ઈસુએ તેમના પુનરાગમનનો ચોક્કસ દિવસ કે કલાક જાહેર કર્યો નથી, પરંતુ તેમણે તેમના અનુયાયીઓને ઘણા ચોક્કસ સંકેતો આપ્યા હતા, જેનાથી આપણે જાણીએ છીએ કે તેમનું આગમન ખૂબ નજીક છે - કદાચ તમારા અને મારા જીવનકાળ દરમિયાન જ છે. કેટલાં અદ્ભુત સમાચાર! પ્રભુ ઈસુના આગમન સમયે, આપણે આપણા ખરાબ કાર્યોના પરિણામોમાંથી મુક્ત થઈશું!
જો તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરનારાઓમાં સામેલ થવા માંગતા હો, તો ઈસુના માર્ગને અનુસરવા માટેના ત્રણ સરળ માર્ગ છે:
૧. પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખો. જ્યારે ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, ત્યારે તેમણે દરેકના ખરાબ કામોના પરિણામનું વહન કર્યું. તેમણે આ સ્વેચ્છાએ કર્યું જેથી તેઓ આપણને તેમાંથી ઉદ્ધાર આપી શકે. તમે તમારા હૃદય, આત્મા અને મનથી વિશ્વાસ કરીને આ ભેટ સ્વીકારી શકો છો.
૨. વ્યક્તિગત સંબંધ વિકસાવો. પ્રભુ ઈસુ નથી ઈચ્છતા કે આપણે ફક્ત ધાર્મિક ફરજોની સૂચિનું પાલન કરીએ; તે ઈચ્છે છે કે આપણે તેમને વ્યક્તિગત રીતે ઓળખીએ. જેમ આપણે આપણાં નજીકના મિત્ર સાથે વાત કરીએ છીએ, આપણું હૃદય ખોલીએ છીએ અને આપણા બધા રહસ્યો કહીએ છીએ તેમ આપણે તેને પ્રાર્થના કરી શકીએ છીએ. પ્રભુ ઈસુએ તેમના આત્મા દ્વારા દરરોજ આપણી સાથે રહેવાનું વચન આપ્યું હતું, જેથી આપણે તેમની સાથે ગમે ત્યારે વાત કરી શકીએ.
૩. પ્રભુ ઈસુના ઉપદેશોનું પાલન કરો. ઈસુએ કહ્યું છે કે આપણે તેમના આવવા માટે જાગ્રત રહેવું જોઈએ અને તૈયાર રહેવું જોઈએ. પ્રભુ ઈસુ પ્રત્યે ભક્તિભર્યું જીવન જીવવાનો અર્થ એ છે કે આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીશું, તેમને આપણા પૂરાં હૃદયથી પ્રેમ કરીશું અને વાદળોમાં તેમના પ્રગટ થવા માટે હંમેશા તૈયાર રહીશું. પ્રભુ ઈસુના અનુયાયી બનવા માટે આપણે જે જાણવાની જરૂર છે, તે બધું જ આપણને બાઈબલમાં મળશે.
જો તમે ઈસુના પુનરાગમનની તૈયારીમાં ઈસુના માર્ગને કેવી રીતે અનુસરવો તે વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને આ કાગળની પાછળ આપેલી માહિતી પર અમારો સંપર્ક કરો.
Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે. સ્ક્રિપ્ચર ગુજરાતી બાઇબલમાંથી લેવામાં આવ્યું છે.Copyright © 2017 Bridge Connectivity Solutions. પરવાનગી દ્વારા ઉપયોગ થયેલ છે. બધા હકો અમારી પાસે રાખેલા છે.
અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો
જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!
