
દુનિયાનો અંત: એક આઘાતજનક ભવિષ્યવાણી!
સારાંશ
આપણાં જગતનું ભવિષ્ય રહસ્યમય નથી. તેનો ઉલ્લેખ બાઈબલમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુસ્તકમાં પહેલેથી જ કરવામાં આવ્યો છે. ઈસુએ આપણને જણાવ્યું છે કે અંત નજીક છે તે જાણવા માટે આપણે અમુક ખાસ ચિન્હો પર ધ્યાન આપવું જોઈએ. જો આપણે તેમના શિક્ષણને અનુસરીએ અને તેના પર વિશ્વાસ રાખીએ, તો આપણને ભવિષ્ય વિશે નિશ્ચિતતા મળશે. આ પત્રિકામાં આપણને જણાવવામાં આવ્યું છે કે દુનિયાના અંત અને અનંત સમયની શરૂઆત માટે કેવી રીતે તૈયાર રહેવું.
પ્રકાર
Tract
પ્રકાશક
Sharing Hope Publications
માં ઉપલબ્ધ
22 ભાષાઓ
પૃષ્ઠો
6
રમણદીપે વધુ આરામદાયક સ્થિતિ શોધવા માટે તેના વૃદ્ધ શરીરને ફેરવ્યું. હમણાં તેના સાંધામાં વધુ ને વધુ દુખાવો થતો હતો અને જ્યારે તે ડાંગરના ખેતરો તરફ જોતો, ત્યારે રંગો એકસાથે ઝાંખા પડી ગયા હોય તેવું લાગતું હતું. તે તેની પુત્રવધૂને ભોજન બનાવતા સાંભળી શકતો હતો અને તેને અચંબિત થતો કે શું તેનો પરિવાર તેને બોજ તરીકે જુએ છે. વૃદ્ધાવસ્થા સરળ ન હતી - ન તો તેના માટે કે ન તો તેની સંભાળ રાખનારાઓ માટે.
જ્યારે તે નાનો હતો અને ચાલીને મંદિર જઈ શકતો હતો ત્યારે તેના ગુરુને જે કહેતા સાંભળ્યા હતા તે વિશે વિચાર્યું. તેમના ગુરુએ કહ્યું હતું કે ચાર વિશ્વ યુગો છે - દરેક ક્રમશઃ વધુ ખરાબ થઈ રહ્યાં છે. અંતિમ યુગ - કલિયુગ - બધામાં સૌથી ખરાબ અને દુર્ગુણો, દુઃખ અને અંધકારથી ભરેલો હશે. રમણદીપે નિસાસો નાખ્યો. કદાચ કલિયુગ થોડો વૃદ્ધાવસ્થા જેવો હોતો હશે - જે એક સમયે સારું હતું તેની અંતિમ અધોગતિ. તેણે સમાચાર સાંભળ્યા હતા કે કેવી રીતે લોકો ધરતીકંપ, બીમારીઓ, હત્યાઓ અને યુદ્ધોથી મરી રહ્યા છે. જેઓ મૃત્યુ પામ્યા ન હતા તેઓ ભૌતિકવાદી, હતાશ અને અનૈતિક બની રહ્યા હતા.
આ દુ:ખભરી દુનિયાનો અંત ક્યારે આવશે? શું તેનું જૂનું શરીર-અને અધોગતિ પામતા ગ્રહનો- પુનર્જન્મ થઈ શકશે?
પૃથ્વીની ભવિષ્યની આગાહી
હું એક દૈવી આગાહી કરનાર સાથે તમારો પરિચય કરાવવા માંગુ છું, જેના ભવિષ્ય માટેના સંકેતો પર હું સંપૂર્ણ વિશ્વાસ કરું છું. તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તે મનુષ્યના રૂપમાં પૃથ્વી પર આવ્યા, લોકોને સાજા કર્યા અને દરેકને જણાવ્યું કે તેઓ સ્વર્ગના રાજ્યમાં કેવી રીતે પ્રવેશી શકે છે. ૩૩ વર્ષની ઉંમરે તેણે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું. પછી આશ્ચર્યજનક રીતે તે મૃત્યુમાંથી ફરી સજીવન થયો! તેમણે કહ્યું કે જો આપણે તેમના પર વિશ્વાસ રાખીએ અને તેનું પાલન કરીએ, તો તેમનાં બલિદાનથી આપણને ક્ષમા અનેઉદ્ધાર પ્રાપ્ત થશે.
પ્રભુ ઈસુએ આપણા વિશ્વના ભવિષ્ય વિશે વાત કરી અને દાવો કર્યો કે તેઓ વર્તમાનના આ દુષ્ટ યુગનો અંત લાવશે. તેમનું પુસ્તક, બાઈબલ, ભવિષ્યવાણીઓથી ભરેલું પુસ્તક છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે અંત નજીક છે તે વિશેની તેમની આગાહીઓ પર આપણે ધ્યાન આપવું જોઈએ.
દુનિયાનો અંત
એક દિવસ, પ્રભુ ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું, “તમારા આવવાનો અને યુગના અંતની નિશાનીઓ શું હશે?” (બાઈબલ, માથ્થી ૨૪:૩). પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે યુગના અંત પહેલાં નિશાનીઓ જોવા મળશે જે આપણને જાણવામાં મદદ કરશે કે તેમનું આગમન નજીક છે. આ નિશાનીઓ શામેલ છે:
૧. ખોટા તારણહાર. પ્રભુ ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે. ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે” (માથ્થી ૨૪:૪–૫). આપણે પ્રભુ ઈસુ હોવાનો દાવો કરતા ઢોંગીઓ દ્વારા છેતરાવું ન જોઈએ. તેનું સાચું આગમન આખી દુનિયામાં જોવા મળશે- “જેમ વીજળી પૂર્વથી પશ્ચિમ ચમકે છે તેના જેવું થશે” (માથ્થી ૨૪:૨૭) - અને આખું વિશ્વ ભયંકર અને આશ્ચર્યજનક આફતોથી હચમચી જશે પછી થશે.
૨. લડાઈઓ અને લડાઈઓની અફવાઓ. પ્રભુ ઈસુએ કહ્યું, “તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો. ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભવિષ્યનો અંત હજી બાકી છે. રાષ્ટ્ર રાષ્ટ્રની વિરુદ્ધ અને રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે” (માથ્થી ૨૪:૬–૭). જેમ જેમ આપણે યુગના અંતમાં પહોંચીશું, તેમ તેમ વારંવાર યુદ્ધો થશે અને વધુ ગંભીર બનશે.
૩. દુષ્કાળ, ધરતીકંપ અને મહામારી. ત્રીજા સંકેતમાં તેમણે ભાખ્યું હતું કે “જુદાં જુદાં વિસ્તારોમાં દુકાળ, મહામારીઓ અને ધરતીકંપ થશે. પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે” (માથ્થી ૨૪:૭–૮). સદીની શરૂઆતથી અત્યાર સુધીમાં ૨૦ મિલિયનથી વધુ લોકો દુષ્કાળનો ભોગ બન્યા છે. ૨૦૦૮ માં નેપાળમાં આવેલ ભૂકંપ, જેમાં ૮,૦૦૦ લોકો માર્યા ગયા હતા, તે ઈતિહાસનો સૌથી ભયંકર ભૂકંપ હતો. રોગે અસંખ્ય લોકોના જીવ લીધા છે. ચોક્કસપણે, આપણે પ્રભુ ઈસુએ જે ભવિષ્યવાણી કરી હતી તે જોઈ રહ્યા છીએ.
૪. નૈતિક અધોગતિ. પ્રભુ ઈસુએ કહ્યું, “અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે” (માથ્થી ૨૪:૧૨). એવો અંદાજ છે કે ભારતમાં દરરોજ સરેરાશ ૯૧ બળાત્કાર અને ૭૯ હત્યાઓ થાય છે. લોકો એટલા સ્વ-કેન્દ્રિત થઈ રહ્યા છે કે તેમના કાર્યો અન્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેની તેઓ હવે કાળજી લેતા નથી.
પ્રભુ ઈસુએ આ બધી નિશાનીઓની આગાહી કરી હતી જે તેમના મહિમાસહિત વાદળોમાં પુનરાગમન પહેલા દેખાશે. જેમ જેમ આપણે આ નિશાનીઓને થતી જોઈએ છીએ, આપણે જાણી શકીએ છીએ કે તેમની આગાહીઓ સાચી છે અને તેમનું આગમન ખૂબ જ નજીક છે!
પ્રભુ ઈસુના પુનરાગમનની તૈયારી!
જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે જેઓ સ્વાર્થ, અભિમાન અને અનૈતિકતામાં જીવી રહ્યા છે તેઓ ખુશ થશે નહિ. હકીકતમાં, જ્યારે તે વાદળોમાં પાછા ફરે છે, ત્યારે તેના બધા ખરાબ કર્મો તેના પર એક વિનાશક ક્ષણના રૂપમાં પડશે. તેઓ તેમનાથી છુપાવાનો પ્રયત્ન કરશે અને ખડકો અને પર્વતોને બૂમ પાડશે, “અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો!” (બાઈબલ, પ્રકટીકરણ ૬:૧૬).
પરંતુ જેઓ પ્રભુ ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખે છે, તેઓ તે દિવસે તરત જ બદલાઈ જશે અને તેમને નવા અને અવિનાશી શરીર આપવામાં આવશે. તેઓ વાદળોમાં તરતા રહેશે અને આ અધોગતિગ્રસ્ત વિશ્વમાંથી કાયમ માટે છૂટી જશે. જો તમે તે અનંત સુખી વ્યક્તિઓમાંના એક બનવા માંગતા હો, તો તમે આજે આ સરળ પ્રાર્થના કરી શકો છો:
પ્રિય સર્જનહાર, હું માનું છું કે પ્રભુ ઈસુ જલ્દી જ પાછા આવી રહ્યા છે. કૃપા કરીને હવે મને તે શીખવો કે પ્રભુ ઈસુને કેવી રીતે જાણવા અને તેમના પર કેવી રીતે વિશ્વાસ કરવો જેથી હું સ્વર્ગમાં લઈ જવામાં આવતા લોકોમાં શામેલ થઈ શકું. આમેન.
જો તમે પ્રભુ ઈસુની ભવિષ્યની આગાહીઓ વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને આ કાગળની પાછળ આપેલી માહિતી પર અમારો સંપર્ક કરો.
Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે. સ્ક્રિપ્ચર ગુજરાતી બાઇબલમાંથી લેવામાં આવ્યું છે.Copyright © 2017 Bridge Connectivity Solutions. પરવાનગી દ્વારા ઉપયોગ થયેલ છે. બધા હકો અમારી પાસે રાખેલા છે.
અમારા સમાચારપત્ર માટે સાઇન અપ કરો
જ્યારે નવા પ્રકાશનો ઉપલબ્ધ થાય ત્યારે, તેના પહેલાં જાણકાર બનો!
