મારી પીડાનો ન્યાય

મારી પીડાનો ન્યાય

સારાંશ

પીડા સદાય માટે રહેશે નહીં. આ પત્રિકાએ એક સંઘર્ષ કરતી બળાત્કાર પીડિતાને વિશે છે, જ્યારે તે વિચારે છે કે ખરાબ લોકો પર સર્જનહાર ઈશ્વરઅંતિમ ન્યાય કેવી રીતે લાવશે. તે વર્ણવે છે કે ઈસુએ કેવી રીતે ઢોંગી આગેવાનોને દોષી ઠેરવ્યા અને પીડિતાના પક્ષમાં ન્યાયચુકાદો આપ્યો. પરંતુ જો આપણે જાતે ભૂલ કરી હોય, તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણાં માટે સહન કરેલી પીડા દ્વારા માફી મેળવવાનો એક માર્ગ છે.

પ્રકાર

Tract

પ્રકાશક

Sharing Hope Publications

માં ઉપલબ્ધ

22 ભાષાઓ

પૃષ્ઠો

6

વિમલા પથારીમાં સીધી બેઠી હતી, તેનું હૃદય ધબકતું હતું. બીજું દુઃસ્વપ્ન! દર થોડા દિવસે ભયંકર યાદો તેના સપનામાં આવતી હતી - એક એવા માણસની યાદો જેણે તે માત્ર ૧૨ વર્ષની હતી ત્યારે તેનો લાભ લીધો હતો.

વિમલા એ દિવસ ભૂલી શકતી ન હતી. તેણી શરમ અનુભવતી અને હલકટ મહેસૂસ કરતી હતી અને તેણે ઉપાડેલ પીડાના વજન વિશે કોઈને કહ્યું ન હતું. વિમલા યુનિવર્સિટીમાં આવી, પણ દુઃસ્વપ્નો તેને અનુસરતા રહ્યા. તેને તે માણસથી નફરત હતી અને આશા કરતી હતી કે તે માણસ જેને લાયક છે તે તેને મળશે.

મુશ્કેલ પ્રશ્નો

વિમલાનું મન પ્રશ્નોથી વ્યાકુળ થઈ ગયું હતું. શું તેના બળાત્કારીને તેના કર્મનો ન્યાય મળશે? તે તેના શહેરનો બહુ જાણીતો પવિત્ર માણસ હતો. તેણે લોકો માટે ઘણા સારા કાર્યો કર્યા, વારંવાર ઉપવાસ કર્યા અને દેવો પ્રત્યે ખૂબ જ ભક્તિ દર્શાવી. જો તેના બધા સારા કર્મો સામે તેના એક દુષ્ટ કર્મને તોલવામાં આવે તો તેનાથી તેના કર્મમાં કોઈ ફરક પડશે? તે જાણતી ન હતી કે કર્મના નિયમો કેવી રીતે કામ કરે છે, પરંતુ તે જાણતી હતી કે તેની દુષ્ટતાથી તેને ફરક પડ્યો છે. વિમલા પોતાનું દર્દ ભૂલી શકતી ન હતી.

ન્યાય શોધવો

વિમલાની એક સહાધ્યાયી સાયરા, જરૂરિયાતમંદ મહિલાઓને મદદ કરતી સંસ્થામાં ફરજીયાત મુકામી સેવા કરતી હતી. એક દિવસ સાયરાએ તેને વિધવાઓ, પીડિત મહિલાઓ અને બળાત્કાર પીડિતોને મદદ કરતા કેન્દ્રની મુલાકાત લેવા માટે શહેરમાં આવવા આમંત્રણ આપ્યું. વિમલા ગભરાઈ ગઈ અને તેણે વિચાર્યું કે શું કોઈ તેના ભયાનક રહસ્યને જાણતું હશે. પણ સાયરા એટલી દયાળુ હતી કે વિમલાએ જવાનું નક્કી કર્યું. જેમ તેઓ ગયા સાયરાએ, છેલ્લા કેટલાક દિવસોમાં તેણે જોયેલી કેટલીક ઇજાગ્રસ્ત મહિલાઓ વિશે જણાવ્યું.

“શું તે ક્યારેય એવી સ્ત્રીઓને જોઈ છે કે જેનું ગુરુઓ દ્વારા શોષણ થયું હોય?” વિમલાએ શરમાતા પૂછ્યું.

“હા, ક્યારેક,” સાયરાએ જવાબ આપ્યો. “તે બહુ જ દુઃખદ છે. કોઈ વ્યક્તિ ધાર્મિક હોવાનો દાવો કરે તો તેનો અર્થ એ નથી કે તે પ્રભુ સાથે જોડાયેલો છે.”

“સાચી વાત છે. . .”

“મારા ગુરુ, મહાગુરુએ કહ્યું હતું કે આપણા સમયમાં ધાર્મિક જગત ખૂબ જ ભ્રષ્ટ થઈ જશે. આપણે ભ્રષ્ટ ધર્મમાંથી બહાર નીકળી જવું જોઈએ અને સર્જનહાર સાથે જોડાયેલા રહેવું જોઈએ. તે આપણને શુદ્ધ હૃદય આપશે અને આપણા ખરાબ કર્મોને માફ કરશે. પછી આપણે એવા લોકોમાં હોઈશું કે જેઓ પ્રભુને ગ્રહનું દુષ્ટ લોકો વગરના એક ઉત્તમ સ્થળ તરીકે પુનઃનિર્માણ કરતા જુએ છે.”

“આ ઘણું જ રસપ્રદ લાગે છે. તમારા ગુરુ કોણ છે?”

“હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરું છું. તે એક મહાન શિક્ષક હતા, પરંતુ તે ઈશ્વરનો અવતાર પણ હતા. શું તુ તેના વિશે જાણે છે?”

“મને લાગે છે કે મેં બજારમાં તેની કેટલીક છબીઓ જોઈ છે, પરંતુ હું તેના વિશે બહુ વધારે જાણતી નથી. તેમણે બીજું શું કહ્યું છે?”

એક બસ ફૂટપાથ પાસે આવીને ઊભી. “ચાલો અંદર જઈએ,” સાયરાએ કહ્યું, “અને પછી હું તને વધુ કહીશ.”

આધ્યાત્મિક દંભ

વિમલા અને સાયરા બસમાં ચઢી અને તેમને એકસાથે બેઠકો મળી.

“ઈસુએ ધાર્મિક દંભની નુકસાનકારક અસરો વિશે ઘણી વાત કરી છે,” સાયરાએ કહ્યું. તેણે તેના પર્સમાંથી પ્રભુ ઈસુનું એક નાનું પુસ્તક કાઢ્યું અને તેને ખોલ્યું. “અહીં જો તેઓ શું કહે છે,” તેણે દર્શાવ્યું. વિમલાએ વાંચ્યું,

શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે તમે વિધવાઓના ઘર ખાઈ જાઓ છો અને લાંબી પ્રાર્થના કરવાનો ઢોંગ કરો છો. તેથી તમને બહુ જ નિંદા મળશે. (બાઈબલ, માથ્થી ૨૩:૧૪)

“શાસ્ત્રીઓ અને ફરોશીઓ કોણ છે?” તેણી એ પૂછ્યું.

સાયરાએ સમજાવ્યું, “તેઓ પ્રભુ ઈસુના સમયમાં ગુરુ જેવા હતા, પણ તેઓ ખૂબ જ ભ્રષ્ટ હતા.” વિમલાએ માથું હલાવ્યું અને વાંચતી રહી.

શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કારણ કે તમે પ્યાલા અને થાળીને બહારથી સાફ કરો છો, પરંતુ અંદરથી તેઓ ખંડણી અને આત્મસન્માનથી ભરેલા છે. અંધ ફરોશીઓ, પહેલા પ્યાલા અને થાળીનાં અંદરના ભાગને સાફ કરો, જેથી કદાચ તેમનો બહારનો ભાગ પણ સાફ થઈ શકે. (બાઈબલ, માથ્થી ૨૩:૨૫–૨૬)

અનંત ન્યાયચુકાદો

“સર્જનહાર આપણને સાવચેત રહેવાનું કહે છે કારણ કે આધ્યાત્મિક દંભ આજે પણ આપણી વચ્ચે છે,” સાયરાએ કહ્યું. “પ્રભુ ઈસુનું પુસ્તક કહે છે કે આપણા સમયમાં વિશ્વ અને ધાર્મિક પ્રણાલીઓ ખૂબ જ ભ્રષ્ટ હશે. પરંતુ જ્યારે પ્રભુ આ વિશ્વનું પુનઃ સર્જન કરશે ત્યારે તેઓ દુષ્કર્મીઓનો ન્યાય કરશે.”

“તને ખરેખર શું લાગે છે કે તે કેવી રીતે ન્યાય કરશે?” વિમલાએ જવાબ આપ્યો.

“પ્રભુ ઈસુનું પુસ્તક કહે છે કે પ્રભુ દરેકના સારા અને ખરાબ કર્મોને એક પુસ્તકમાં નોંધે છે,” સાયરાએ સમજાવ્યું. “આ યુગના અંતમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાદળોમાં આવવાના છે. દરેક વ્યક્તિ તેને જોશે. પુસ્તકમાં જે લખેલું છે તે પ્રમાણે તે આપણા દરેકનો ન્યાય કરશે.”

વિમલાને રસ પડ્યો. “પણ આપણે આપણા ખરાબ કાર્યો વિશે શું કરવું જોઈએ?” તેણીએ પૂછ્યું.

સાયરાએ સ્મિત આપ્યું જ્યારે તેઓ તેમની જગ્યા પર પહોંચ્યા અને બસમાંથી બહાર આવ્યા. “તે શ્રેષ્ઠ ભાગ છે. પ્રભુ ઈસુ પાપના બલિદાન માટે મૃત્યુ પામ્યા અને ફરીથી સજીવન થયા. તેમણે વચન આપ્યું હતું કે જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ અને તેમનામાં વિશ્વાસ રાખીએ, તો તેમના જીવનનું બલિદાન આપવાનું તેમનું સારું કાર્ય એટલું શક્તિશાળી છે કે તે પુસ્તકમાંથી આપણા બધા ખરાબ કાર્યોને ભૂંસી નાખશે.”

શ્રેષ્ઠ ન્યાય સંદેશ

તેઓ ઉપેક્ષિત મહિલાઓની જરૂરિયાતો પૂરી કરતા કેન્દ્રએ પહોંચી ગયા હતા. વિમલાએ રોજના ભોજન માટે બહાર રાહ જોતી ગરીબ, દુબળી વિધવાઓ તરફ જોયું. તેણે એક મધ્યમ-વર્ગની સ્ત્રીને ઝડપથી અંદર પ્રવેશતા જોઈ, જે તેની કાળી આંખને ઘેરા ચશ્મા પાછળ છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. વિમલાનું હૃદય કરુણાથી છલકાઈ ગયું. તે પોતે માત્ર એકલી સ્ત્રી ન હતી કે જે પીડામાં હતી!

સાયરાએ નોંધ્યું. “તુ ઠીક છે?”

“હા, હું ઠીક છું,” વિમલાએ જવાબ આપ્યો. “પરંતુ હું એ વિચારવા માંડી છું કે આપણા ન્યાયાધીશ બનવા માટે પ્રભુ ઈસુએ જલ્દી આવવાની જરૂર છે. જો તે સાચું છે કે તે દુષ્ટ લોકોને અદૃશ્ય કરી દેશે અને સારા લોકોને કાયમ માટે રહેવાની સુંદર જગ્યાએ લઈ જશે, તો તે મેં અત્યાર સુધીમાં સાંભળ્યું છે તે બધાથી આ શ્રેષ્ઠ ન્યાય છે!”

જો તમે પ્રભુ ઈસુના પુસ્તક વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને આ કાગળની પાછળની માહિતી પર અમારો સંપર્ક કરો.

Copyright © 2023 by Sharing Hope Publications. બિન-વ્યાવસાયિક હેતુઓ માટે કાર્યને પરવાનગી વગર પ્રિન્ટ અને શેર કરી શકાય છે. સ્ક્રિપ્ચર ગુજરાતી બાઇબલમાંથી લેવામાં આવ્યું છે.

Copyright © 2017 Bridge Connectivity Solutions. પરવાનગી દ્વારા ઉપયોગ થયેલ છે. બધા હકો અમારી પાસે રાખેલા છે.

contact-us-img

અમારો સંપર્ક કરો

નીચેનું ફોર્મ ભરો અને અમે તમને માહિતી આપીશું.

Write the characters you see in the image to prove you are human